Take a Tour

Saturday, May 19, 2012

ભારત vs અમેરિકા

India vs America





ભારતના પ્રજાજનોનું ધ્યાન દેશની આગામી ચૂંટણી પર કેન્દ્રિત થયેલું છે ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વનું ધ્યાન અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી પર કેન્દ્રિત થયું છે. અમેરિકા અને ભારત એ બેઉ લોકશાહી દેશ છે, પરંતુ બંને દેશોની લોકતાંત્રિક પદ્ધતિમાં ફરક છે. અમેરિકામાં પ્રમુખશાહી પદ્ધતિ છે અને અમેરિકાની પ્રજા સીધી જ તેના પ્રેસિડેન્ટની પસંદગી કરે છે.

શિક્ષણ નમ્રતા આપે, અભિમાન નહીં


નમ્રતા અભિમાન ને ઓગાળી નાખે છે.
રમેશ નામનો એક ગ્રેજ્યુએટ યુવક શ્રી ઈશ્વરચંદ્રનું પ્રવચન સાંભળવા નાગપુર જઈ રહ્યો હતો. નાગપુર સ્ટેશને ઊતરતા જ રમેશે કુલીને બૂમ પાડી. કુલી આવે તે પહેલાં રમેશના ડબ્બામાંથી ઉંમરલાયક વ્યક્તિએ રમેશને પૂછયું કે ભાઈ તારી બેગ નાની છે, કુલીની શું જરૂર છે? તારાથી ઊંચકી શકાય એવી બેગ લાગે છે. રમેશે જવાબ આપ્યો કે હું ભણેલો અને ગ્રેજ્યુએટ થયેલો યુવાન છું. પોતાનો સામાન ઊંચકવો એ મને શોભે નહીં. વડીલે રમેશને કહ્યું કે સાચું શિક્ષણ નમ્રતા આપે છે અભિમાન નહીં અને જો તારાથી તારી બેગ ના ઊંચકી શકાય તો લાવ હું તારી બેગ ઊંચકી લઉં. રમેશ થોડો ચકિત થયો પણ તેણે વડીલને સામાન ઊંચકવા દીધો. જ્યારે સામાન મૂક્યા પછી પોતે વડીલને પૈસા આપ્યા ત્યારે વડીલે તે લીધા નહીં. પ્રવચન હોલમાં પહોંચ્યો ત્યારે રમેશે જોયું કે જે વડીલે તેને સામાન ઊંચકવામાં મદદ કરી હતી તેને જ બધા આવકાર આપી રહ્યા હતા. પછી તેમણે જ્યારે સ્ટેજ પર જઈને પ્રવચન શરૂ કર્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે મારો સામાન ઊંચકનાર બીજંુ કોઈ નહીં પણ શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જ હતા. રમેશને ખ્યાલ આવ્યો કે જ્ઞાનથી અભિમાન કરતાં નમ્રતા આવે તે જ ભણતર સાચું ભણતર ગણાય.


Credit for this post goes to 'Mr. Nayan Parikh' , member of IIMA alumni association.

Read Full Article in Sandesh News Paper on 14th May, 2012
or

http://www.sandesh.com/article.aspx?newsid=56500